Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ઉપલેટાના ચીખલીયાના બનાવમાં ૧૦ આરોપી ઝડપાયા : રીવોલ્વર ૪, ખાલી કારતુસ ૨, જીવતા કારતુસ કુહાડી, ધારીયા કબ્જે

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા, તા.૮ : ઉપલેટા થી ૮ કિ.મી દુર આવેલા ચીખલીયા ગામે કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા ખેતરમાંથી ખાતર ભરતા હતા ત્યારે ચીખલીયા ગામના ૧૦ જેટલા સંધીઓએ આવી ધારીયા, કુહાડી લાકડી, પાઈપ જેવા હથીયારો થી જાનલેવા હુમલો કર્યાનો બનાવ બનેલ હતો.

 આ બનાવ બાદ ચીખલીયામાં વધુ બબાલ ન થાય તે માટે ગામમાં પોલીસે પોલીસ બંદોબસ્ત રાખી દીધેલ હતો. તેમજ આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા પી.આઈ. કે.કે. જાડેજા, વાઈ.બી. રાણા, એ.એન.ગાંગણા, ભુપેન્દ્રભાઈ સોલંકી, મહેન્દ્ર ધાંધલ, ભાવેશ બોરીચા, દીનેશ ગોંડલીયા, કુલદીપસિંહ જાડેજા વગેરેએ તાત્કાલીક પોતાની ટીમને કામે લગાડી આ બનાવના આરોપી અમીન મુસા નારેજા,  કાદર રણમલ નારેજા,   હુસૈન ઈબ્રાહીમ કાતીયાર,   મુસા કાસમ નારેજા,  જાહીદ મુસા નારેજા,  હબીબ તૈયબ નારેજા, વલી મામદ નારેજા,   વસીમ હબીબ નારેજા,  તોફીદ વલીમામદ નારેજા અને રીઝવાન આમદ નારેજા, (રહે બધા ચીખલીયા)ને પકડી પાડી તેઓની પાસેથી આ બનાવમાં ફાયરીંગ થયેલ તેમા વપરાયેલ રીવોલ્વર ૪ ખાલી કારટીસ ૨ જીવતા કારટીસ કુહાડી,ધારીયા, લોખંડના પાઈપ, લાકડી વગેરે કબ્જે કરી ૧૦ આરોપીઓને પકડી પાડી તપાસ ચલાવી રહયા છે.

 આ બનાવમા કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા, રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા રે. ચીખલીયા પ્રવીણસિંહ નટુભા જાડેજા, કેતનસિંહ મહીપતસિંહ જાડેજા, ભદ્રપાલસિંહ ભુપતસિંહ જાડેજા, મહીપાલસિંહ જાડેજા, રે. નાની વાવડી તા. ધોરાજી વાળાઓને આ મારા મારીમાં ઈજા થયેલી હતી.

 આમ આ બનાવ ના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ કામગીરીમાં પો.ઇન્સ. કે.કે. જાડેજા તથા પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા તથા પી.એસ.આઇ. એ.એન.ગાંગણા તથા હેડ.કોન્સ. તથા ભુપેન્દ્રભાઇ સોલંકી તથા મહેદ્રભાઇ ધાધલ તથા ભાવેશભાઇ બોરીયા તથા પો.કોન્સ. દિનેશભાઇ ગોંડલિયા તથા કુલદિપસિંહ જાડેજા તથા મહેશભાઇ સારીખડા તથા પ્રદ્યુમનસિંહ ચુડાસમા તથા વાસુદેવસિંહ જાડેજા તથા વનરાજભાઇ રગીયા તથા ગગુભાઇ ગઢવી તથા કૌશીકભાઇ ચાચાપરા તથા ભરતભાઇ સુવા તથા જશવંતભાઇ સારીખડા તથા જગદિશભાઇ સુવાણ તથા હીતેશભાઇ મગનભાઇ તથા  હેડ. કોન્સ મહમદહનીફભાઇ સમા પો.કોન્સ. ગીરીરાજસિંહ ચુડાસમા તથા જીતેન્દ્રભાઇ સારીખડા વિગેરે પોલીસ સ્ટાફએ કામગીરી કરી હતી.

(12:11 pm IST)