Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

જસદણ પંથકની સગીરાને ભગાડી જનાર ભરત કોળીને એલસીબીએ ઝડપી લીધો

તળાજા પંથકમાંથી દબોચી લેવાયોઃ ભોગ બનનાર સગીરા પણ મળી આવી

રાજકોટ તા. ૮ :.. જસદણ પંથકની સગીરાને ભગાડી જનાર કોળી યુવકને રૂરલ એલસીબીએ તળાજા પંથકમાંથી ઝડપી લીધો હતો સાથે સાથે ભોગ બનનાર સગીરા પણ મળી આવી હતી.

જસદણ પંથકની સગીરાને ભરત રત્નભાઇ કમેજાળીયા (કોળી) રહે. ઇશ્વરીયા તા. બાબરા અપહરણ કરી ગયાની જસદણ પોલીસ મથકમાં ફરીયાદ થયા બાદ રૂરલ એસ. પી. બલરામ મીણાએ આ ગુન્હાની તપાસ રૂરલ એલસીબીને સુપ્રત કરતા પીઆઇ અજયસિંહ ગોહિલ તથા પીએસઆઇ વી.એમ. કોલાદરાની ટીમે ટેકનીકલ તેમજ વ્યુમન રીસોર્સસની મદદથી આરોપી ભરત કોળીનું પગેરૂ શોધતા આરોપી ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામની સીમમાં હોવાનું ખુલતા એલસીબીની ટીમે વોચ ગોઠવી દબોચી લીધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, નેમીષભાઇ મહેતા, પ્રણવભાઇ સાવરીયા તથા મ. પો. કોન્સ. મનીષાબેન ખીમાણીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:12 pm IST)