Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કાનાલુશ ગામે પશ્ચિમ બંગાળના બે બોગસ તબીબને ઝડપતી પોલીસ

જામનગર, તા. ૮ :. કાનાલુશ ગામમાંથી ડીગ્રી વગરના બે ડોકટરને જામનગર એસઓજી પોલીસે પકડી પાડેલ છે.

કાનાલુશ ગામ તા. લાલપુરમા તુષારકાંતિ અધિકારી નામનો ઈસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતાં મજકુર ઈસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી હકીકત આધારે રેઈડ કરી મજકુરના કબ્જામાંથી કુલ રૂ. ૨,૫૧૧નો મુદામાલ કબ્જે કરી પોલીસ હેડ કોન્સ. દિનેશભાઈ સાગઠીયા એ મજકુર વિરૂદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી તુષારકાંતિ ગોપાલચંદ્ર અધિકારી (ઉ.વ. ૪૮) ધંધો નોકરી મૂળ રહે. ઓમડી બેરીયા ગામ, મોહીસાદલ પોલીસ સ્ટેશન જી. પૂર્વ મેદનીપુર, પશ્ચિમ બંગાળ રાજ્યનો રહીશ છે.

જ્યારે કાનાલુશ ગામે સુફલ મંડલ નામનો ઈસમ પણ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા મજકુર ઈસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે તેવી હકીકત આધારે કુલ રૂ. ૨,૦૭૮નો મુદામાલ કબ્જે કરી પોલીસ કોન્સ. સોયબભાઈ મકવાએ મજકુર વિરૂદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી સુફલભાઈ સુનિલભાઈ મંડલ (ઉ.વ. ૨૫) ધંધો નોકરી, મૂળ રહે. પુરબાપરા ગામ મજડીયા જી. નાદીયા પશ્ચિમ બંગાળ રાજ્યનો રહીશ છે.

આ કાર્યવાહી પો. ઈન્સ. એસ.એસ. નિનામા તથા પો.સ.ઈ. આર.વી. વીંછી તથા વી.કે. ગઢવીની સૂચનાથી એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:17 pm IST)