Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વઢવાણ છેતરપીંડી કેસમાં એક વર્ષથી ફરારી ઝડપાયો

વઢવાણ,તા. ૮ : એકાદ વર્ષ પહેલા વઢવાણ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ઉપર રૂ. ૪,૨૮,૫૦૦/- ની છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કરેલનો બનાવ બનેલ જે અંગે વઢવાણ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૫૨૦૦૨૮૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૧૨૦બી, તથા ઇન્ફ્રર્મેશન ટેકનોલોજી એકટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ થયેલ જે ગુન્હાના કામે ફરાર આરોપી ઉમેશભાઇ મુળજીભાઇ પરમાર ઉ.વ.૨૮ રહે. ૫૯૨/૩, શાંતિનગર, જુનાવાડજ, અમદાવાદ શહેર વાળાને જુનાવાડજ વિસ્તારમાંથી પકડી પાડી વઢવાણ પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.

પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. જે.એસ.ડેલા ની સુચના હેડળ સ્કવોડના એ.એસ.આઇ. નરપતસિંહ સુરૂભા તથા મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્સ. અસ્લમખાન અયુબખાન તથા ભરતસિંહ હમીરભાઇ તથા ગુલામરસુલ કાસમભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા અશ્વીનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા ફરાર નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

ચોટીલામાં મારામારી

ફરીયાદી રાહુલભાઇ મહેશભાઇ પરમાર રાવળદેવ ઉં.વ.૨૮ ધંધો વેપાર રહે.ચોટીલા યુ.એમ.ટાઉનશીપ ફરીયાદ નોંધાવેલ છે કે, (૧) વિજયભાઇ દીનેશભાઇ કણસાગરા (૨)મયુર દીનેશભાઈ કણસાગરા (૩)દીનેશભાઇ માનસીંગભાઇ કણસાગરા (૪) વિજયભાઇ ભટ્ટી (હજામ) મારા મામાના ઘરની સામે કેમ ગાળો બોલો છો તેવુ કહેતા એકદમ ઉશ્કેરાય ગયેલ અને મુંઢ માર મારેલ અને છરી વડે ફરીયાદીને પડખાના ભાગે તથા ખંભાની પાછળના ભાગે ઈજા કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત. તપાસ એ.એસ.આઇ. એસ.એમ.ઓડેદરા કરે છે.

મોરસલ ગામની સીમમાં બોથડ પદાર્થથી હુમલો

ફરીયાદી શામજીભાઇ માધાભાઇ વાઘેલા ત.કોળી ઉં.વ.૪૨ ધંધો વેપાર તથા ખેતી રહે.મુળ ગામ નાગલપર તા.જી.બોટાદ હાલ રહે.મોટી મોરસલ ભોગાવો નદી કાંઠે ગીધાભાઇ મેપાભાઇ વાઘેલાના ખેતરમાં (૧)લાલજી વિરમભાઇ સોળમીયા (૨)જયસુખ ભાદાભાઇ કોળી (૩)નિલેશ ભાદાભાઇ કોળી (૪)માજી સરપંચ વિનાભાઇનો છોકરો તથા અજાણ્યા ચાર થી પાંચ માણસો વશરામભાઇ ગાબુના ખેતર પાસે રસ્તા ઉપર ડમ્પર તથા મોટરસાયકલનું એકસીડન્ટ થયેલ અને ફરીયાદી મોરસલ ભોગાવામાં લીજનો વહિવટ કરતા હોય ત્યાં આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથિયારો લોખંડના પાઇપો તથા લાકડાના ધોકા સાથે સજ્જ થઇ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે જઇ ફરીયાદીને ડમ્પર ચાલક શોધી આપવાનું કહેતા ફરીયાદીએ ડમ્પર ચાલકની પોતાને ખબર નથી તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી ફરીયાદીના મોટરસાયકલને તોડી ફોડી નુકશાન કરી ફરીયાદીએ મોટરસાયકલને નુકશાન કરવાની તથા ગાળો બોલવાની ના પાડતા ફરીયાદીને ધક્કો દઇ પાડી દઇ ચાર આરોપીઓએ લોખંડના પાઇપથી ફરીયાદીને ડાબા હાથમાં માર મારી બે ફેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ જમણા પગે ઢીંચણથી નીચે આડેધડ લોખંડના પાઇપોથી માર મારી ચાર થી પાંચ ફેકચર જેવી ગંભીર ઇજાઓ (મહાવ્યથા) કરી તેમજ અજાણ્યા આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકાથી શરીરે આડેધડ માર મારી મુઢ ઇજા કરી આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. ઝેડ.એલ.ઓડેદરા ધજાળા કરે છે.

(12:18 pm IST)