Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

હળવદમાં કેનાલની સફાઇ કામગીરી

હળવદ : તાલુકાના ૧૨ જેટલા ગામોને બ્રાહ્મણી-૧ ડેમ હેઠળની ડાબી અને જમણી સિંચાઇ યોજનાની કેનાલનો લાભ મળે છે. આ કેનાલોની સફાઇ કરાવવામાં આવી રહી છે. આ સફાઇનું કામ ૯૦ ટકા જેટલુ થઇ પણ ગયુ હોવાનુ જાણવા મળ્યુ છે સાથે આવતા થોડા દિવસોમાં કેનાલમાં પાણી પણ છોડવામાં આવશે. સિંચાઇ પેટા વિભાગ હળવદના નાયબ કાર્યપાલક ઇજનેર જી.બી. લીંબડીયાએ જણાવ્યું હતુ કે હાલ કેનાલ સાફ સફાઇનું કામ પુર્ણતાના આરે છે. આવતા થોડા દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં આવનાર હોય જેથી અત્યારે આગોતરા વાવેતર માટે કેનાલ થકી સિંચાઇનો લાભ મળે છે તે ગામના ખાતેદારોએ સિંચાઇ માટેના ફોર્મ વહેલી તકે ભરી જવા સિંચાઇનું આયોજન થઇ શકે તેમ જણાવ્યુ હતુ.(તસ્વીર : દિપક જાની,હળવદ)

(12:23 pm IST)