Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સુત્રાપાડામાં ઓકિસજન કોન્સન્ટ્રેટરનું લોકાર્પણ

સુત્રાપાડા : સુત્રાપાડાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત કોવીડ સેન્ટરમાં ર ઓકિસજન કોન્સન્ટ્રેટરનું લોકાર્પણ પૂર્વમંત્રી જશાભાઇ બારડ દ્વારા કરવામાં આવેલ. આ લોકાર્પણ વખતે જીએચસીએલ કંપનીના પ્રેસીડન્ટ રાડીયા, ડો.દાસ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી દિલીપભાઇ બારડ, જેશીંગભાઇ બારડ, કાળાભાઇ બારડ, તાલુકા હેલ્થ ઓફીસર ચૌહાણ, નરેશભાઇ કમાલીયા, સિધ્ધરાજભાઇ દરબાર, જીએચસીએલ ફાઉન્ડેશનના મોરીભાઇ અને ભટ્ટભાઇની હાજરીમાં આ લોકાર્પણ કર્યુ હતુ.(તસ્વીર-અહેવાલ : રામસિંહ મોરી, સુત્રાપાડા)

(12:24 pm IST)