Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

લોધીકા : રોપાનું વિતરણ

લોધીકા : પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ દક્ષિણ ફોરેસ્ટ રેન્જ દ્વારા લોધીકા મામલતદાર કચેરી ખાતે તુલસી અને ઔષધી રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. આ ઉજવણીમાં લોધીકા તાલુકા મામલતદાર કે.કે.રાણાવસીયા, તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા, ડે.મામલતદાર આર.એસ.લાવડીયા નાયબ મામલતદાર પ્રકાશભાઇ સુવા, નાયબ મામલતદાર ધામેલીયા, રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા, દંડક મુકેશભાઇ તોગડીયા, ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડ, તા.પં અધ્યક્ષ ઘનશ્યામભાઇ ભુવા, ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, પંચાયત પુર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી, મહામંત્રી દિલીપભાઇ કુગશિયા, લોધીકા આંગણવાડી સુપરવાઇઝર દૂધ મંડળીના પ્રમુખ દિલીપભાઇ મારકણા આરએફઓ એચ.બી.મોકરીયા, ઇન્ચાર્જ ફોરેસ્ટર કે.પી.જાડેજા, ઇન્ચાર્જ ફોરેસ્ટર આર.એમ.વરૂ ફોરેસ્ટ ગાર્ડ પી.એન.અપારનાથી મોટાવડા દૂધ મંડળીના પ્રમુખ મયુરસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રોપા વિતરણની તસ્વીર.

(12:24 pm IST)