Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમરેલીમાં વેકસીન માટે યુવાઓમાં ઉત્સાહ

અમરેલીઃ કોરોના વાયરસ સામેની લડાઈમાં વેકસીન લઈ અમરેલીના પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. તાજેતરમાં અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ૧૮ થી ૪૪ વયજૂથ માટેની વેકિસનેશન ડ્રાઈવને લઈ નવયુવાનોમાં ભારે ઉત્સાહ જોવા લઈ રહ્યો છે. ગત ૪ જૂનથી અમરેલીમાં ૩, બાબરામાં ૨, બગસરામાં ૨, ધારીમાં ૧, કુંકાવાવમાં ૧, લાઠીમાં ૨. લીલીયામાં ૧, રાજુલામાં ૧ અને સાવરકુંડલામાં ૨ એમ કુલ મળી અમરેલી જિલ્લામાં ૧૫ જેટલી સાઈટ ઉપર એક સાઈટ દીઠ ૨૦૦ યુવાનોને વેકસીન આપવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રોજના ૩૦૦૦ યુવાનોના લક્ષ્યાંકો સામે તા. ૪ ના ૨૬૦૪, તા. ૫ના ૨૯૨૪ અને તા. ૬ ૨૫૦૭ના એમ કુલ મળી માત્ર ત્રણ જ દિવસમાં ૮૦૩૫ નવયુવાનોને વેકસીન આપવામાં આવી છે.

અમરેલી આરોગ્ય ખાતાના તા. ૬ જૂનના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૮ થી ૪૪ વયજૂથના ૮૦૩૫ યુવાનોએ, ૪૫ થી ૫૯ વયજૂથના ૧,૦૬,૧૦૨ લોકોએ અને ૬૦ થી વધુ વયના ૧,૨૧,૭૪૦ એમ કુલ મળી ૨,૩૫,૮૭૭ લોકોએ વેકિસનનો પહેલો ડોઝ લીધો છે. અને ૪૫ થી ૫૯ વયજૂથના ૩૭,૭૦૮ લોકોએ અને ૬૦ થી વધુ વયના ૫૨,૯૪૭ એમ કુલ મળી ૯૦,૬૫૫ લોકોએ વેકિસનનો બીજો ડોઝ લીધો છે. જિલ્લામાં ૧,૨૦,૭૦૭ લોકોને કોવેકિસન અને ૨,૩૯,૬૦૯ લોકોને કોવીશીલ્ડ વેકસીન આપવામાં આવી છે.

(1:14 pm IST)