Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

જુનાગઢ પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ

અંતગર્તસીસી ટીવી કેમેરાથી ર૦ હજારની કિમતનો ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢયો

જુનાગઢ તા. ૮ : નરેશભાઇ વલ્લભભાઇ વાઘેલા શાકભાજીની લારી ચલાવી પોતાનું અને પોતાના પરિવારનુ ગુજરાન  ચલાવે છે. તે કોલેજ રોડ ખાતે પોતાની લારી સામે કોઇ મહિલા વાહન ચાલક વાહન ચલાવતા પડી ગયેલ હોય અને તેને મદદ કરવા ગયેલએ સમયે ખીસ્સામાંથી સેમસંગ કંપનીનો એ૭ મોબાઇલ ફોન પડી ગયેલ જેની કી. રૂ. ર૦.૦૦૦ હોય તેમણે ઉકત મોબાઇલ ફોન પોતાની પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય આ બાબતની જાણ સીડીવીઝન પોલીસ સ્ટેશન ખાતેના પી.એસ.આઇ.જે.જે. ગઢવીને કરતા તેઓ દ્વારા જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના (નેત્રમ શાખા) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) અને સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જે.ગઢવી પો.કો.ચેતનસિંહ સોલંકી, કરણસિંહ, ઝણકાત, અમરાભાઇ ભીંટ તેમજ જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ખાતેના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ પો.કો. રવીરાજસિંહ વાઘેલા, તેતનભાઇ સોલંકી, રામસિંહભાઇ ડોડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, નરેશભાઇ વાઘેલા જે સ્થળે પોતાની શાકભાજીની લારી રાખી અને ઉભેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કુટેજ ચેક કરતા સીસીટીવી કેમેરામાં એક અજાણ્યો વ્યકિત મોબાઇલ ફોન લેતો હોવાનું દેખાયેલ. અને તે વ્યકિત દ્વારા આજુબાજુ નજર કરી કોઇ જોતુ ના હોય તેમ પોતાના ખીસ્સામાં નાખી દીધેલ.

જે વ્યકિત દ્વારા મોબાઇલ ફોન ઉઠાવવામાં આવેલ તે વ્યકિત ચાલીને આવેલ હોવાનું સીસીટીવી કેમેરામાં ધ્યાને આવેલ.  ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાત દ્વારા ઉકત મોબાઇલ ફોન લેનાર વ્યકિતને રાજેશ માવજીભાઇ વાઢેર રહે ઇવનગર અનેકોલેજ રોડ ઉપર ઓટો ગેરેજ ચલાવતા હોવાનું શોધી કાઢવામાં આવેલ હતું રાજેશને પોલીસની ભાષામાં પુછપરછ કરતા તેમને ઉકત મોબાઇલ આસપાસ કોઇ હોય નહી જેથી પોતે લઇ લીધેલ હોવાનું જણાવેલ. આજના યુગમાં માણસો પ્રમાણીકતા દાખવી અન્ય વ્યકિતનો મળેલો સામાન પરત આપે છે. તેવા સમયે રાજેશ માવજી વાઢેરની દાનત બાબતે જુનાગઢ  પોલીસ દ્વારા ઠપકો પણ આપેલ હતો. જુનાગઢ પોલીસ દ્વારા નરેશભાઇ વલ્લભભાઇ વાઘેલાનો સેમસંગ કંપનીનો એ૭ મોબાઇલ ફોન કે જેની રૂ.ર૦.૦૦૦ ત ેમોબાઇલ ફોન સહી સલામત પરત કરેલ હતો જુનાગઢ પોલીસ દ્વારા પોતાનો સેમસંગ કંપનીનો અ-૭ મોબાઇલ સહિ સલામત પરત આપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપુર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઇને નરેશભાઇ વાઘેલાએ જુનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

(1:14 pm IST)