Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વેરાવળ પાલિકા ૮૦૦ વૃક્ષ કાપી નાખશે

પ્રમુખ એક લાખથી વધુ વૃક્ષો વાવવાની વાતો કરે છે ત્યાં નરેન્દ્ર મોદી નગર નંદન યોજનાના ૧૫ વર્ષ જુના વૃક્ષો કાઢવાના ઠરાવ સામે રોષ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: નગરપાલિકા દ્રારા 'નરેન્દ્ર મોદી નગર નંદન યોજના' માટે વૃક્ષો વાવવા માટે એક સંસ્થાને કામગીરી સોપેલ હતી આ સંસ્થા દ્રારા ૮૦૦ વૃક્ષો નું જીવ ની જેમ જતન કરી ૧૩ થી ૧પ વર્ષ સુધી મોટા કરેલ તે વૃક્ષો નગરપાલિકા એકજ ઝાટકે કાપી નાખવાનો ઠરાવ કરતા આ સામે  આવેદન અપાયેલ છે.

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા દ્રારા ર૦૦૭માં 'નરેન્દ્ર મોદી નગર નંદન યોજના' હેઠળ વૃક્ષો વાવવા માટે ગામથી દુર જગ્યા ઉપર જંગલ બનાવવા માટે સંસ્થાઓને બોલાવેલ હતી ત્યારે આર્ટ ઓફ લીવીગ સંસ્થા દ્રારા જયાં બાવળ નું જંગલ અને આ પ્લોટ ઉપર કબજાઓ હતા તે સંભાળેલ ત્યારેબાદ વન વિભાગને સાથે રાખી ૮૦૦ જેટલા વૃક્ષો વાવેલ હતા.

સંસ્થાના હરીશ સવજીયાણી એ જણાવેલ હતું કે પાલિકા દ્રારા 'નરેન્દ્ર મોદી યોજના'ની બંધ કરી જંગલ જેવું ઉભું કરેલ છે અને જે વૃક્ષોની ઉંમર આશરે ૧૦ થી ૧પ વર્ષ થયેલ છે વટવૃક્ષ બનેલ છે દરરોજ નિયમીતરીતે યોગ, ઘ્યાનની શીબીરો કરવામાં આવે છે જેનીશહેરીજનોમોટી સંખ્યામાં લાભ લઈ રહેલ છે.

આ અંગે આવેદનમાં સીધો આક્ષેપ કરાયેલ છે કે ફકત રાજકીય ઈશારે આ કામગીરી થઈ રહેલ છે અને ત્યાં રૂ.૮ કરોડ ના ખર્ચે ટાઉનહોલ બનાવવાનો મજુર કરાયેલ છે દુઃખની વાત એછેકે આ જગ્યાની આજુ બાજુ જે હોલ બનાવેલ છે તે પણ બીજા ને ચલાવવા આપી દેવાયેલ છે ફકત ઓડીટોરીયમ શોપીંગ કોમ્પલેક્ષ બાંધી કરોડો રૂપીયા ભેગા કરવાનો આ મુદો છે.

હાલ કોરોના મહામારી માં ઓકસીજન માં વૃક્ષોનું મહત્વ કેટલું છે તે પણ સરકારે જણાવેલ છે નગરપાલિકા પ્રમુખ દ્રારા એક લાખ ઝાડ વાવવાની વાતો કરે છે પણ જે ઝાડ ૧૦ થી ૧પ વર્ષના છે તે એકજ ઝાટકે કાપી નાખવાની નો નિર્ણય પણ કરે છે.

ફકત આ વિસ્તારમાં રહેતા રાજકીય લોકોના ઈશારે આ કામગીરી થઈ રહેલ છે તેનું કારણ એ છેકે જો ઓડીટોરીયમ,શોપીગ સેન્ટર બન ેતો આ વિસ્તારમાં જમીનના ભાવો ચાર ગણાથી વધારે થઈ જાય જેથી વૃક્ષના જંગલને કાપી આખા વિસ્તારના ઓકસીજન પ્રાણવાયુ બંધ થઈ જાય તેવી સ્થિતી છે અમુક તત્વોના લીધે કરોડો રૂપીયા ભેગા કરવાની નિતી સામે ભારે વિરોધ ઉઠેલ છે આવેદન પત્રના અંતમાં જણાવેલ છેકે આ વિવાદીત ઠરાવ તાત્કાલીક રદ કરવામાં આવે અને શહેરીજનોના જીવન ને મહત્વનું ગણાય તેવી રજુઆત કરાયેલ છે.

ભોજન પ્રસાદી અપાય

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તેમજ તાલાલાના પુર્વ ધારાસભ્ય દ્રારા કોરોનાના દર્દીઓને તેમજ વાવાઝોડા ગ્રસ્ત પરીવારોને ભોજન પ્રસાદી અપાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંગ પરમાર, તાલાલા વિસ્તારના પુર્વ ધારાસભ્ય કાજલી માર્કેટીગ યાર્ડના ચેરમેનગોવિંદભાઈ પરમાર દ્રારા કોરોનાના દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ હતા તેને તથા તાજેતરમાં વાવાઝોડું આવેલ તે વિસ્તારના અસરગ્રસ્ત પરીવારોને બન્ને ટાઈમ ભોજન પ્રસાદી પહોચે તે માટે સંકલન કરેલ હતું કોરોનાના દર્દીઓને ર૭ દિવસ સુધી તેમજ વાવાઝોડા ગ્રસ્તપરીવારોને ચાર દિવસ સુધી ભોજન પ્રસાદી પહોચાડાય હતી.

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રઘ્ધાંજલી

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ દ્રારા કોરોનામાં મૃત્યુ પામેલને શ્રઘ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ રખાયેલ હતો તેમાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા.

સોમનાથ વિસ્તારના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયે ગીર સોમનાથ જીલ્લા કોગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહેલની આગેવાનીમાં કોરોનામાં મૃત્યુ પામેલ દીવગંત આત્માઓને શાંતિ મળે તે માટે શ્રઘ્ધાંજલીનો કાર્યક્રમ રખાયેલ હતો.

(1:15 pm IST)