Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સોમનાથ ટ્રસ્ટ દ્વારા તોકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં સિમેન્ટના પતરા વિતરણ

પ્રભાસપાટણઃ તોકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીર સોમનાથ તથા અમરેલી જીલ્લામાં મોટી તારાજી થઇ છે. ગીર ગઢડા, ઉના, રાજુલા અને જાફરાબાદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં મોટાભાગના લોકોએ પોતાના ઘરની છત ગુમાવી છે, પતરાં-નળિયા ઉડી અને તુટી ગયા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસથી ફુડપેકેટ, રાશન કીટ, વિતરણની કામગીરી કરવામાં આવી હતી, કુલ ૩૪,૬૦૦ જેટલાં ફુડ પેકેટનું વિતરણ કર્યું છે. અસરગ્રસ્ત ગામડાઓમાં પતરાંની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ૨૫,૦૦૦ પતરાં વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાતાશ્રીઓના સહયોગથી ટ્રસ્ટ દ્વારા પતરાં વિતરણની કામગીરી કરવામાં આવશે. જેમાં ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં પતરાં વિતરણ શરૂ કરવામાં આવ્યુ. સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના ૯૦ જેટલા સ્વયં સેવકો ૧૮ ટ્રેકટરો સાથે પતરા વિતરણની કામગીરીમાં જોડાયા, શ્રી સોમનાથ ટ્રસ્ટની ટીમ સાથે રહીને જરૂરીયાતમંદોને ઘરે-ઘરે જઇ પતરાંની મદદ પહોચાડે છે, સાથે ભગવાન સોમનાથજીની પ્રસાદી ચિક્કી પ્રસાદી પણ આપવામાં  આવે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડઃ પ્રભાસપાટણ)

(1:15 pm IST)