Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ની ખરીદી શરુ થતા ખેડૂતોમાં આનંદની લાગણી

વહેલાસર પેમેન્ટ મળે તો ચોમાસુ વાવેતરની તૈયારીઓ કરાઈ :- ખેડૂતો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા )ધોરાજી: કોરોના મહામારી અને લોકડાઉન ને લીધે છેલ્લા કેટલાક સમયથી માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યાં હતાં તો અમુક ઉપજ લેવામાં આવતી ન હતી.
હાલ કોરોનાની ગતિ ઢીલી પડતાં ફરી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ની ખરીદી શરુ થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
ધોરાજી માર્કેટિંગ યાર્ડ નાં સેક્રેટરી ભુપતભાઈ કૉયાણી એ જણાવેલ કે આજથી સરકાર દ્રારા ટેકાના ભાવે ચણા ની ખરીદી શરુ થતા વહેલી સવારથી ખેડૂતો પોતાના ચણાની ઉપજ યાર્ડમાં ઉમળકા ભેર લઈ આવી રહ્યા છે.
બીજી તરફ ખેડૂતોએ જણાવેલ કે ટેકાના ભાવે ખરીદાયેલા ચણા નુ પેમેન્ટ અમને વહેલાસર મળે તો ચોમાસુ વાવેતર માટે બીજ, ખેતરની સફાઈ અને અન્ય ખર્ચાઓ માટે મળેલા નાણાં વાપરી શકાય.
હાલ ધોરાજી યાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદ શરુ થતા ખેડૂતો મોટી સંખ્યામાં ધોરાજી યાર્ડ મા કતાર લગાવી રહ્યાં છે

(7:52 pm IST)