Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ટંકારાના કલ્યાણપર ગામે ઝેરી જનાવર જોઈ ભાગવા જતા મહિલા કુવામાં પડી જતા મોત

ટંકારાના કલ્યાણપર ગામે ગામેરી કુવા નજીક આધેડ મહિલા ઝેરી જનાવર જોઈ ગભરાઈ જતા અકસ્માતે કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર ગામે રહેતા હંસાબેન રસિકભાઈ વાધરીયા (ઉ.૪૮) ગામેરી કુવા પાસે સાઠી લેવા જતા આ સાઠીમાં ઝેરી જનાવર જોઈ જતા ગભરાઈ જઈ ભાગવા જતા અકસ્માતે કુવામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:12 pm IST)