Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મોરબીના લાલપર ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ મળી આવતા પોલીસે દારૂ કબજે કરી આરોપની ધરપકડ કરી

મોરબીના લાલપર ગામની સીમમાંથી એક પ્લાસ્ટિકના બાચકામાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડીને આરોપીને કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ અટક કરવામાં આવશે
 મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામની સીમમાં આરોપી સુરેશભાઈ ખીમાભાઈ એવારીયા (ઉ.૨૪) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસે રહેક પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ કીમત રૂ,૧૩૮૬૦ મળી આવતા પોલીસે દારૂ કબજે કરી આરોપી સુરેશભાઈ એવારીયાને કોવીડ ટેસ્ટ બાદ અટક કરવામાં આવ્શેત એવી માહિતી પોલીસ ચોપડે થી મળી હતી

(11:14 pm IST)