Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ખાટલામાં સૂતેલા ધીરૃભાઇ દેત્રોજા ઉપર રિવર્સમાં આવતો ટ્રક ફરી વળતા મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે માટીના કારખાનામાં અરેરાટી ભર્યો બનાવ

 મોરબીના જાંબુડિયા ગામે ખાટલા ઉપર સુતા યુવક પર ટ્રકનું ટાયર ફળી વળતાં મોત થયું હતું.

 બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી લાલજીભાઇ મગનભાઇ દેત્રોજાએ આરોપી ગેલાભાઈ ડાયાલાલ બાયકા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે તેઓ છેલ્લા પંદરેક વર્ષથી જાંબુડીયા ગામના માઇક્રો મીનરલ્સ માટીના કારખાનામાં પટ્ટાવાળા તરીકે કામ કરે છે. રાતના સમયે જાંબુડીયા ગામની સીમ માઇક્રો મીનરલ્સ કારખાનામાં માટીના કારખાનામાં તેના ભાઈ ધીરૃભાઇ મગનભાઇ દેત્રોજા રાતના પટમાં ખાટલો પાથરી સુતા હતા .ત્યારે આરોપી ગેલાભાઈએ ટ્રક નંબર GJ-12-BV-6380 ને પાછળ જોયા વગર એકદમ રીવર્સમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ધીરૃભાઇ પર ચડી જતા ધીરૃભાઇનું ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. આ ફરિયાદને આધરે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયરદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:58 pm IST)