Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ડોન લતીફની વિધવા પત્નિએ તાલાલા - જુનાગઢમાં ગાંજો સપ્લાય કર્યાનું ખુલ્યું

ગીર સોમનાથ એસઓજી ટીમે જુનાગઢના સલીમ ઉર્ફે મેરૃ કાસમભાઇ દલ અને તાલાલના સતાર મહમદભાઇ સીદી બાદશાહને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૮ :અમદાવાદના ડોન લતીફની વિધવા પત્નિ મદીનાબીબીએ જુનાગઢ અને તાલાલાના શખ્સોને ગાંજો સપ્લાય કર્યાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનાઓ તરફથી ગાંજા/ચરસની બદી સદંતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા સુચના આપી હતી.

જેથી ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા એલ.આઇ.બી.-પોલીસ ઇન્સ. એસ.પી. ગોહિલ સાથે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે એસ.ઓ.જી. લગત કામગીરી સબબ તાલાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બી. બાનવા તથા પો.હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા તથા ની સયુંકત બાતમી આધારે (૧) સલીમ ઉર્ફે મેરુભાઇ કાસમભાઇ દલ જાતે સંધી ઉવ.૪૬ ધંધો ડ્રાઇવીંગ રહે.સાસણ ન્યુ પ્લોટ જી.જુનાગઢ વાળાએ તથા નં.(૨) સતારભાઇ મહમદભાઇ દોમાન સીદીબાદશા ઉવ.૪૬ ધંધો મજુરી રહે.તાલાલા સીદીવાડા વાળાઓને તાલાળા સાસણ રોડ પર આવેલ ઇન્ડીયન પેટ્રોલપંપ પાસેથી પ્યાગો રિક્ષા રજી.નં. GJ-08-AV-0260 માં આગળની ડ્રાયવર સીટ નીચેના ભાગેથી કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાં માદક પદાર્થ ગાંજો મળી આવતાં સ્થળ પર જ્લ્ન્ તપાસણી કરાવી, આ માદક પદાર્થ ગાંજો કુલ વજન-૧૮૦૦ ગ્રામ કી.રૃ.૧૮,૦૦૦ તથા પીયાગો રીક્ષા-૧ કીં.રૃ.૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૩ કી.રૃ.૬૦૦૦ તથા રોકડ.રૃ.૯૭૦૦ તથા એમ મળી કુલ કી.રૃ.૮૩,૭૦૦ ના મુદામાલ સાથે બંને ઇસમોને પકડી પાડવામાં આવેલ અને આ ગાંજો તેઓને આરોપી નં.(૩) અમદાવાદ-સલાટનગરમાં રહેતી- મદીનાબીબી તે મહમદ અબ્દુલ લતીફ શેખની વિધવાએ સપ્લાય કરતી મોકલતી હોય, તેઓને પકડી પાડવા માટે ચક્રો ગતીમાન કરેલ છે. અને આ ત્રણયે આરોપીઓ વિરૃધ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી.જાડેજા સાહેબએ ફરીયાદ આપી ગુન્હો રજી. કરાવી પકડાયેલ બંને આરોપીઓ તથા એનડીપીએસ મુદામાલ આગળની કાર્યવાહી માટે તાલાળા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.એ.બી.જાડેજા તથા એલ.આઇ.બી.-પોલીસ ઇન્સ. એસ.પી.ગોહિલ એ.એસ.આઇ.- લખમણભાઇ ડી. મેતા તથા કેતનભાઇ પી. જાદવ તથા નરવણસિંહ કે. ગોહિલ તથા ઇબ્રાહીમશા બી. બાનવા તથા ગોવિંદભાઇ બી વંશ તથા વિજયભાઇ બોરખતરીયા તથા પો.હેડ કોન્સ. સુભાષભાઇ પી. ચાવડા તથા કમલેશભાઇ જે. પીઠીયા તથા વિપુલસિંહ મોરી તથા શાંતીલાલ સોલંકી તથા વુ. પો. હેડ કોન્સ.-અસ્મીતાબેન ચાવડા તથા પો.કોન્સ. મેહુલસિંહ પી. પરમાર તથા ડ્રા. એ.એસ.આઇ.-નારણભાઇ ચાવડા તથા ડ્રા. ડ્રા.પો.હેડ કોન્સ પ્રકાશભાઇ ભીમાભાઇ સોલંકી એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફે કરી હતી.

(4:59 pm IST)