Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

હળવદના વૈજનાથ મહાદેવ ચોકડી પાસે કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો : ટ્રાફિક જામ : અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી

હળવદ :શહેરના વૈજનાથ મહાદેવ ચોકડી પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત બાદ ટ્રાફિકજામ થયો હતો અને અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી

હળવદ માળિયા હાઈવે પર આવેલ વૈજનાથ મહાદેવ ચોકડી પાસેથી પસાર થતા કાર અને કન્ટેનર અથડાયા હતા જે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી પરંતુ અકસ્માતને પગલે લોકોના ટોળા વળ્યા હતા અને અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો જેથી હાઈવે પર અડધો કિલોમીટર જેટલી વાહનોની લાઈનો લાગી હતી હાઈવે પર ટ્રાફિકને પગલે હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો

(11:32 pm IST)