Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોના જતો રહ્યો તેમ સમજીને જવાબદારીમાંથી મુક્ત ન થવું જોઇએઃ જાગૃતિબેન પંડ્યા

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કઇ રીતે સુરક્ષીત રાખી શકાય તે વિષયને ધ્યાને લઇને બેઠકમાં માર્ગદર્શન

મોરબી :ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન હરેન પંડ્યાના અધ્યાક્ષ સ્થારને કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કઇ રીતે સુરક્ષીત રાખી શકાય તે વિષયને ધ્યાને લઇને કલેકટર કચેરીના સભાખંડમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન હરેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, નિષ્ણાંઆતોના જણાવ્યા પ્રમાણે આવનારી કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકોને વધારે અસર કરશે. આપણે કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત ન થવુ જોઇએ વધુમાં જાગૃતીબેન પંડ્યાએ બાળકોને લગતી દરેક સમિતિમાં પદાધિકારીઓએ જોડાઈ તમામ યોજનાની માહિતી ગામના દરેક ખુણે પહોંચે તેવા આયોજન પર ભાર મુક્યો હતો.

બાળ આયોગના પ્રોગામ ઓફીસર શતાબ્દી બેન પાન્ડેગએ જણાવ્યું હતુ, કે સંભવિત કોરોનાની ત્રીજી લહેર બાબતે જે આયુષ વિભાગની ગાઇડલાઇન અનુસાર સંભવીત ત્રીજી લહેરમાં બાળકોને સુરક્ષીત રાખવા માટે ગ્રામ્ય લેવલની કુલ ૩૫૫ સમિતિઓ બનાવામાં આવી છે. જિલ્લાી પંચયાતના પ્રમુખશ્રી ચંદુભાઇએ ઘરના દરેક સભ્ય એ સ્વીચ્છતા રાખવી, હાથ સેનેટાઇઝર કરવા, સોશ્યલ ડિસ્ટપન્ટં રાખવા અનુરોધ કર્યો હતો. જેથી ઘરમાં બાળકો પણ તે રીતે તેનું અનુકરણ કરે. બેઠક દરમ્યાન મારુ ગામ કોરોના મુક્ત અને મારા ગામનું બાળક કોરોના મુક્ત બાળક ના શપથ લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લાક કલેકટર જે.બી. પટેલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, અગ્રણી જિજ્ઞેશભાઇ કૈલા, જિલ્લાગ સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, જિલ્લાન બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસીયા, બાળ કલ્યાધણ સમિતિના ચેરમેન રાજુભાઇ બદ્રકીયા, જિલ્લાા તેમજ તાલુકાના બાળકોને લગતી સમિતિના ચેરપર્સન તેમજ વિવિધ સમિતિઓના સભ્યોા હાજર રહ્યા હતા.

(11:37 pm IST)