Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કેશોદમાં કચરાનો ઢગલો સળગતા ભીષણ આગ ભભૂકી ફાયર ફાઇટર દોડ્યા

(કમલેશ જોશી-સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૮ : કેશોદના આનંદ એપાર્ટમેન્ટ પાસે છેલા કેટલાય મહિનાઓથી કચરાના ઢગલાના પ્રશ્ન અંગે લોકોએ અવાર નવાર સ્થાનિક પાલિકા તંત્રને ફરીયાદ કરેલ પરંતુ તંત્ર તરફથી આ બાબતે ધ્યાન ન અપાતા આ કચરાના ઢગલા પર કોઈ ટીખળ વ્યકિતએ આગ લગાડતાં પવનને કારણે આગ બેકાબુ બનતા તાત્કાલિક ફાયરબ્રિગેડ બોલાવી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

કેશોદ જલારામ મંદિર પાસેના આ વિસ્તારમાં નગરપાલિકા એ પ્રિમોનસુન કામગીરી કરેલ કચરાના ઢગલા પડીયા હતા. અને આ કચરો સુકાય ગયેલ હોવાથી કોઈએ તેમાં આગ લગાડી હોવાનું લોકોનું માનવું છે, જયારે બીજી બાજુ આવિસ્તારમાં પી. જી. વી. સી એલ. નું મોટું સબ સ્ટેશન આવેલછે તથા તેની આજુબાજુ એપાર્ટમેન્ટ અને રહેણાંક મકાનો આવેલછે. જો આ આગ સબ સ્ટેશન સુધી પહોંચી હોતતો મોટી દુર્દ્યટના સર્જાઈ હોત પરંતુ સમયસર લોકો એ ફાયર બ્રિગેડના જવાનો ને જાણ કરી દેતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ બંબા સાથે આવી આગ બુઝાવી હતી. જેથી આગ થી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી.

(10:19 am IST)