Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

મોરબી જિલ્લા ભાજપના પ્રભારીની હાજરીમાં હળવદ શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઇ

હળવદ : શહેર ભાજપની કારોબારી બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીની હાજરી માં યોજાઈ હતી. આ કારોબારી બેઠકનીશરૂઆત દીપ પ્રાગટય કરી અને કરી હતી ત્યાર બાદ કોરોના કાળમાં અવસાન પામેલ જીવાત્માઓને બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું અને વૃક્ષારોપણ - સ્વચ્છતા અભિયાન સહિત પર્યાવરણ બચાવની કામગીરી અને અન્ય સેવાકીય કાર્યો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હસુભાઈ પંડ્યા, જસુબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ રમેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કેતન દવે , શહેર ભાજપ મહામંત્રી રમેશ કણઝરીયા, સંદીપ પટેલ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનલાલ દવે સહિત શહેર ભાજપ અને જિલ્લા ભાજપના કારોબારી સભ્યો, શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદારો સહિત સીનીયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા યુવા કાર્યકરો રવિ પટેલ, મેહુલ પટેલ, અશોક પ્રજાપતિ સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:55 am IST)