Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પોરબંદર કાંઠે RDX -હથિયાર લેન્ડીંગમાં ભૂતકાળમાં સંડોવાયેલા કાળિયા બાલીનું બીમારીથી મૃત્યુ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮ :  પોરબંદરના અતિ સંવેદનશીલ કાંઠા ઉપર ભૂતકાળમાં આર.ડી.એકસ અને દાણચોરી અને હથિયાર લેન્ડીંગમાં  નામ ખુલેલ કાળિયા બાલી તરીકે હુલામણ નામથી જાણીતા અને પૂર્વ નગર સેવક લાલજીભાઇ હરજીભાઇ લોઢારી બીમારીથી નિધન થયું છે.

સને ૧૯૮પ થી ૧૯૯રના સમયગાળામાં અતિ સંવેદનશીલ કાંઠા ઉપર દેશદ્રોહી પ્રવૃત્તિએ માઝા મુકી હતી. દરિયાકાંઠે સોના ચાંદીની દાણચોરી અને આર.ડી.એકસ હથિયાર લેન્ડીંગનો પર્દાફાશ થયેલ. તે સમયે આર.ડી.એકસ દાણચોરી અને હથિયાર લેન્ડીંગમાં કાળિયા બાલીનું નામ ખુલ્યું અને તેની સામે કાર્યવાહી થઇ હતી.

એક સામાન્ય ખારવા સમાજના પરિવારમાંથી બાલ્યઅવસ્થાથી કુટુંબ નિભાવવાની જવાબદારી  સ્વીકારી નવાપાડા બ્રાન્ચ સ્કૂલ સામે આવેલ સિંગડા મઠની હોટેલમાં બોય તરીકે કામ કરેલ પુરુષાર્થી લાખાણી ફળિયામાં લોહાણા પરિવાર પાસે થી મકાન ખરીદ કર્યું અને તે સમયે ગેંગ વોર નું સુવર્ણ યુગ હતો. સાહસિક તરીકે તેમજ પર ગજું તરીકે તેમનું નામ આગળ હતું.સમય નાં પરિવર્તન સાથે પોરબંદર વિસ્તારના સાગર કાઠે દેશદ્રોહી ગદ્દાર પ્રવૃત્તિઓનું એક યુગ શરૂ થયો. તે સમયે દેશદ્રોહી ગદ્દાર પ્રવૃત્તિઓના અ-સતાર મોલાના એ દાણચોરી ની પ્રવૃત્તિ માં તેમનું નામ આગળ હતું. વ્યવસ્થિત કુરિયર ગેંગ હતી. જેમાં મમુમિયા, પંજુમિયા, સ્વ. ગોવિંદ કારા તોરણીયા ઉર્ફે. ગોવિંદ ટી.ટી. સાથે કાળિયા બાલી,  સ્વ. ચુનીલાલ દેવજી જુંગી ઉર્ફે ( ચુનીયો ). લઘુમતીમાં ઉભલો ડ્રાઇવર વિગેરે કુરિયર સીન્ડિકેટે હતી. આ સમય દરમિયાન  અ-સતાર મોલાના થી મમુમિયા, ગોવિંદ ટી.ટી. અલગ પડ્યા ગોવિંદ ટી.ટી.એ  વલસાડનાં મશહૂર અને કુખ્યાત દાણચોર શકુર નારણ બખિયા સાથે સિન્ડિકેટી રચી માધવપુરના દરિયા વિસ્તાર આત્રોલી ફાટક પાસે કન્સાઇનમેન્ટ આવવા લાગેલ અને એક સમયએ કન્સાઇનમેન્ટ લઇ આવતી મશીન વારી બોટ આધુનિક હતી અને તેની ખરાબી થતાં આ બોટ માંથી સોના ચાંદીના રીલ દરિયામાં તરવા લાગ્યા જે પોરબંદરના દરિયા કિનારે ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે નીકળ્યા. ત્યાર બાદ પોરબંદર થી મિયાણી સુધી પણ કન્સાઇનમેન્ટ આવવા માંડ્યું

પ્રારંભમાં બિસ્કીટ ત્યારબાદ ચાંદીની પાટો આવતી આ કન્સાઇનમેન્ટ  અલ - સદાબાહર નામનું આધુનિક સેટેલાઇટ ફોનથી અને વાયર લેસ ફોન થી સજ હતું. અને કોડવર્ડ જ્યારે કન્સાઇનમેન્ટ આવે ત્યારે તેનો કોડવર્ડ   વપરાતો. ત્યાર બાદ  દાઉદ ઉદય થયો અને સિન્ડિકેટ ગેંગની રચના થઈ મમ્હમદ ડોસા, મેમણ બંધુ, હાજી મસ્તાન, ઈભલા શેઠ, વિગેરે મોટા ભાગ ના સલાયા અને મુંબઈ કનેકટેડ સમયના પરિવર્તન સાથે સુવર્ણ અને ચાંદી સાથે હથિયારોની જેતે સમયના સાથે કન્સાઈન્મેન્ટ આવવા લાગ્યું જેના કારણે ગોવિંદ ટી ટી અને અને મમુમિયા અલગ પડી ગયા કારણ કે ગોવિંદ ટી ટી ને હથિયારનું લેન્ડિંગ પસંદ ન હતું. બોમ્બે બ્લાસ્ટ માં ગદ્દાર પ્રવૃત્તિઓના  અ - સતાર મોલાના નું બોમ્બ બ્લાસ્ટમાં નામ ખુલેલ સને ૧૯૮૫થી  ૯૨ની સાલ સુધી દેશ દ્રોહી અને ગદ્દાર પ્રવૃત્તિનો સુવર્ણ યુગ હતો. આ સમય ગાળા માં ચાંદી વધુ આવતી અને પાટો આવતી છેલ્લે હથિયાર સાથે મોતનો સામાન  આર  ડી.એક્ષ  આવવા લાગેલ છેલું કન્સાઇનમેન્ટ ની ઓડદર અને ગોસાબારા વચ્ચે ચાંદી ભરેલ વહાણ તૂટ્યું તેમાં આર. ડી. એક્ષ હતો અને આ કન્સાઇનમેન્ટ દાઉદ એ મોકલેલ અને ડિલિવરી મેન મમુમિયા નામ ખુલ્યુંહતું. જે મતલબ ની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.નાં. રજી. ૪૩/૯૪ ની નોંધાયેલ છે. જેમાં ચાર્જશીટ માં દાઉદ નું નામ છે.

પોરબંદરમાં ગેંગ વોરમાં પણ તે સમયે બોલબોલા  હતી. અત્રે ઉલ્લેખનીય છેકે આ ઘટના પછી કારીયા બાલી નિવૃત્તિ લઇ લીધી અને શાંતિ થી પરિવાર સાથે પોતાની ફરજ નિભાવ કરતાં. સ્વ.ગોવિંદભાઇ કારાભાઇ તોરણીયા નગરપાલિકાના ઉપપ્રમુખ પદ સોભાવેલ છે.  તેમની સાથે સ્વ.લાલજીભાઇ હરજીભાઇ લોઢારી નગરસેવક તરીકે (સભ્ય) પણ સેવા આપેલી  હતી.  અત્રે એ ઉલ્લેખનીય છે કે, અલ - સદાબહાર મશીનવારી બોટ તેના ત્રણ જગ્યા એ ઉલ્લેખ છે પોરબંદર, ગોસા બારા અને છેલ્લેે જામનગર અને ગુજરાત ઓંજલ બંદર કન્સાઇનમેન્ટ માટે   ચર્ચિત બન્યું હતું.

(12:48 pm IST)