Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

જેતપુરના ચાંપરાજપુર ગામેથી દોઢ કિલો ગાંજા સહિત ૧.રપ લાખના મુદામાલ સાથે ર ઝડપાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.  ૮ :.. એસ. ઓ. જી. પીએસઆઇ એચ. એમ. રાણાએ સ્ટાફના જી. જે. ઝાલા, ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા, સંજયભાઇ નીરંજની જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, નિરાલીબેન વેકરીયા સહિતના સાથે રાખી જેતપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ચાંપરાજપુર ગામે ગાંજો વ્હેચવામાં આવનાર હોવાની બાતમી મળતા એસ. ઓ. જી. ની ટીમે ચાંપરાજપુર ગામે વોચ ગોઠવતા બાતમી મુજબ એક શખ્સ બુલેટ ઉપર બસ સ્ટેશન પાસે ઉભો રહેલ ત્યારે બીજો એક શખ્સ થેલી લઇ ત્યાં પહોંચતા બાતમી મુજબ બન્ને શખ્સો હોય બન્નેને દબોચી થેલીમાં ચેક કરતા તેમાં ગાંજો હોય બે શખ્સો બુલેટ પર આવેલ. ભરત જયવંતભાઇ ભટ્ટ (રહે. પેઢલા) તેમજ ડીલેવરી આપવા આવેલ આદિલ રહીમભાઇ સૈયદ (રહે. જુમા મસ્જીદ પાસે ખુલ્લા શેરી, બગસરા) ને ગાંજો ૧પરપ કિલો કિ. રૂ. ૧પ,રપ૦ તેમજ બુલેટ જીજી-૦૩-એલકે ૬૧૭૬ તેમજ મોબાઇલ ફોન-૩ મળી કુલ રૂ. ૧,રપ,૭પ૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી આપેલ છે.

(12:50 pm IST)