Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

નરેન્દ્રભાઇ મોદી અલગ સહકાર મંત્રાલયની જાહેરાતને આવકારતા જુનાગઢ જીલ્લા બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારમાં અલગથી નવું સહકાર મંત્રાલય (મીનીસ્ટ્રી ઓફ કો-ઓપરેશન) બનાવવાની જાહેરાત કરેલ છે. આ નવા સહકાર મંત્રાલયનાં ઐતિહાસિક નિર્ણયને ધી જુનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ આવકારી હૃદયપૂર્વક આભાર વ્યકત કરેલ છે.

જણાવેલ છે કે, દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવા ખુબ જ ઉપયોગી થશે, અલગ વહીવટી, કાનૂની  અને નીતિગત માળખાથી દેશની સહકારીતાને મજબુત બનાવશે, જમીન સ્તરે છેવડાાના લોકોને મદદપુરી પાડશે અને સહકાર આધારીત આર્થિક વિકાસ અને સશકિતકરણ માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

વડાપ્રધાનશ્રીનું સહકારથી સમૃધ્ધિનું વિઝન અલગ સહકાર મંત્રાલયના નિર્ણયથી સાકાર થશે. અને નવા સહકાર મંત્રાલયની રચનાથી ખેડૂતો, મંડળી, સહકારી સંધો, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સમાજના તમામ વર્ગો તેમજ સહકારી બેન્કો તથા કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રનાં વિકાસને નવી ઉંચાઇએ લઇ જશે, અને ગ્રામીણ ક્ષેત્રમાં સમૃધ્ધિનો એક નવો ઉદય થશે અને દેશના ગામડાઓ, ખેડૂતોને કલ્યાણ અને ખેતીલક્ષી વ્યવસાય માટે ખેડુતોને આત્મનિર્ભર બનાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખુબ જ દુરંદેશી અને અભૂતપૂર્વ ઐતિહાસિક નિર્ણયને આવકારી હૃદયપૂર્વકનો આભાર માનેલ છે.

(12:52 pm IST)