Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સુરેન્દ્રનગર પોલીસને નડિયાદની પીજ ચોકડી પાસે અકસ્માત

આઇસર પાછળ પોલીસની ગાડી અથડાતા આરોપી, હેડ કોન્સ,ત્રણ કોન્સ, અને બે ડ્રાઈવરને ઇજા : આરોપીને નવસારી લઇ જતી વેળાએ અકસ્માત નડ્યો

સુરેન્દ્રનગર પોલીસ  આરોપી સંજય રમેશ સંદને લઇને નવસારી લઇ જઇ રહી હતી. તે દરમિયાન સુરેન્દ્રનગર હેડ કવાર્ટરની ગાડી નંબર GJ 13 GG 0402 નો અકસ્માત સર્જાયો હતો. નડીયાદની પીજ ચોકડી પાસે વળાંકમાં ટર્ન લઇ રહેલી આઇસરની પાછળ પોલીસને ગાડી અથડાઇ ગઇ હતી.

આ દુર્ઘટનામાં આરોપી સહિત એક હેડ કોન્સ્ટેબલ, 3 કોન્સ્ટેબલ અને બે ડ્રાઇવરને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

(7:23 pm IST)