Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

માળિયા કચ્છ નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા

બે દિવસથી પુલનું કામ ચાલતું હોવાથી એક સાઈડ રોડ ખુલ્લો: ૨૪ કલાક ધમધમતા નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ બે દિવસથી વાહનચાલકોને ટ્રાફિક સમસ્યા

માળિયા કચ્છ નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યા વિકરાળ બની રહી છે છાશવારે ટ્રાફિકજામ સર્જાતો રહે છે તો હાલ હરીપર ગામ નજીક પુલનું કામ ચાલતું હોવાથી એક સાઈડનો રોડ ચાલુ છે બે દિવસથી પુલનું કામ ચાલતું હોવાથી એક સાઈડ રોડ ખુલ્લો રાખવામાં આવ્યો છે જેના પગલે ૨૪ કલાક ધમધમતા નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અને બે દિવસથી વાહનચાલકો ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે

(9:58 pm IST)