Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

જામકંડોરણા જેતપુર ખાતે “નમો એપ અભિયાન”અંતર્ગત વિઘાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ ની જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જામકંડોરણા જેતપુર ખાતે “નમો એપ અભિયાન”અંતર્ગત વિઘાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ ની જયેશભાઇ રાદડીયા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
બેઠકમાં મંત્રી જયેશ રાદડીયા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નમો એપ અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે જામ કંડોરણા જેતપુર ખાતે કાર્યકર્તાઓની બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં તમામ કાર્યકર્તાઓ એ નમો એપ ડાઉનલોડ કરવાની રહેશે અને સ્થળ ઉપર જ તમામ કાર્યકર્તાઓને namo એપ ડાઉનલોડ કરી આપી હતી જેના માધ્યમથી ભારત સરકારની કામગીરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ કામગીરી ઘર બેઠા નિહાળવા મોબાઈલ એપની જરૂર છે જેથી namo એપ તમામ કાર્યકર્તાઓ ફરજિયાત ડાઉનલોડ કરે તે અંગે ખાસ અપીલ કરી હતી
સાથે મીટીંગનુ આયોજન કરીને સૌ કાર્યકર્તાઓ #NaMoApp ડાઉનલોડ કરીને આદરણીય મોદી સાહેબના વિઝન સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જોડાઈને તેમના હસ્તે લોકસેવાના કાર્યો કરતા રહે તે માટે સૌને પ્રોત્સાહિત કરીને જયેશભાઇ રાદડિયાએ માર્ગદર્શન આપ્યુ હતું

(9:14 pm IST)