Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

જુનાગઢમાં વકીલની હત્યાનો મોરબી બાર એસો દ્વારા વિરોધ, કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા

એડવોકેટ પ્રોટેક્શન બીલ તાત્કાલિક અમલી બનાવવા માંગ

જુનાગઢ ખાતે વકીલની ઘાતકી હત્યા કરવામાં આવી હોય જે હત્યાના બનાવને વખોડી કાઢીને મોરબી બાર એસો દ્વારા સરકારને એડવોકેટ પ્રોટેક્શન બીલ તાત્કાલિક અસરથી અમલમાં આવે તેવી માંગ કરાઈ છે

મોરબી બાર એસો દ્વારા જૂનાગઢમાં મંગલધામ વિસ્તારમાં રહેતા યુવાન વકીલ નીલેશભાઈ દાફડાની અજાણ્યા ઈસમો દ્વારા ગળામાં છરીના ઘા મારી ક્રૂર અને ઘાતકી હત્યા કરવામાં આવી હોય જે બનાવને મોરબી બાર એસો દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે અને જુનાગઢ બાર એસોને સંપૂર્ણ ટેકો આપવાનું નક્કી કર્યું છે સાથે જ એડવોકેટ પ્રોટેક્શન બીલ તાત્કાલિક અસરથી અમલમાં આવે તેવી માંગ કરી છે
જુનાગઢના વકીલ નીલેશભાઈ દાફડાની હત્યાના બનાવની મોરબી બાર એસો દ્વારા ગંભીર નોંધ લઈને બનાવ અનુસંધાને મોરબી બાર એસોના તમામ સભ્યો તા. ૦૭-૦૯ ના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હોવાનું બાર એસો પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું.

(9:19 pm IST)