Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મોરબીના નાની વાવડી ગામે મકાનમાં જુગાર રમતા છ ને ઝડપી લીધા

મોરબીના નાની વાવડી ગામે ગુરુકૃપા સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હહ્ત ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પી આઈ એમ આર ગોઢાણીયાની સુચનાથી પી એસ આઈ વી જી જેઠવા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના યોગીરાજસિંહ જાડેજા તથા પંકજભા ગુઢડાને બાતમી મળેલ કે મોરબીના નાની વાવડી ગામે ગુરુકૃપા સોસાયટીમાં રણછોડભાઈ ગંગારામભાઈ પનારાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધરે દરોડો પાડી ત્યાં જુગાર રમતા રણછોડભાઈ ગંગારામભાઈ પનારા, નીલેશભાઈ ભૂપતભાઈ ગોસ્વામી, પરબતભાઈ ઘનજીભાઈ પડ્સુંબીયા, જીગ્નેશભાઈ પોપટભાઈ સતાપરા, શાંતિલાલ ઉર્ફે ભીખાલાલ હરજીભાઈ ગોધાણી અને શાંતિલાલ હરજીવનભાઈ હાજીપરાને કુલ મુદામાલ કીમત રૂ.૪૮,૦૧૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ વી જી જેઠવા, નગીનદાસ નિમાવત, સુરેશભાઈ હુંબલ, હરેશભાઈ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઈ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા અને રવિરાજસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે.

(9:23 pm IST)