Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મોરબીમાં શેરીમાં કચરો નાખવા બાબતે બે પાડોશી વચ્ચે ડખ્ખો: સામસામી ફરિયાદ

મોરબીના નજરબાગ ગાંધી સોસાયટી મફતિયાપરામાં એઠવાડો નાખવા બાબતે બોલાચાલી થયા બાદ મારમારી થઇ હોય જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસમાં સામસામી ફરિયાદ નોધાઇ છે
મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં મોરબીના ગાંધી સોસાયટી મફતિયાપરામાં રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા (ઉ.૨૨) એ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના રહેણાંક મકાનની બહાર જાહેર શેરીમાં આરોપી નટવરભાઈ હમીરભાઈ સોલંકી ના પરિવાર દ્વારા રસોઈનો એઠવાડો તથા પાણી ઢોળવા બાબતે આરોપી નટવરભાઈ સોલંકીને સમજાવવા જતે ઉશ્કેરાઈ જઈ આરોપી નટવરભાઈએ ફરિયાદ હિતેશભાઈને ગાળો આપી ઝધડો કરી ઝપાઝપી કરી પોતાના હાથમાં રહેલ ઈંટ મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે
તો સામાપક્ષે નટવરભાઈ હમીરભાઈ સોલંકી એ ફરિયાદ નોંધાવી છે કે તેના રહેણાંક મકાનની બહાર જાહેર શેરીમાં આરોપી હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા દ્વારા મુરધીમટનનો કચરો નાખતા હોય જેથી સમજાવવા જતા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઝધડો કરી લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે બન્નેપક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:24 pm IST)