Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મોરબીના ત્રાજપર નજીક ભેસો સહીત માલધારીને ટ્રકે હડફેટે લીધા, એક ભેસનું મોત

મોરબીના ત્રાજપર ખારી જવાના રસ્તા નજીક નાલા પાસે ટ્રકના ચાલકે યુવાન, બાઈક તથા ભેસોને હડફેટે લઇ યુવાનને સામાન્ય ઈજા પહોચી હતી જ્યારે એક ભેસનું મૃત્યુ નીપજ્યું હતું તો અન્ય ભેસને ઈજા થઇ હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ દેવાભાઈ ગોલતર (ઉ.૩૪) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ક ૫૬૫૭ દોરીને આગળ ભેસો લઈને જતા હોય દરમિયાન ત્રાજપર ખારી જવાના રસ્તા નજીક નાલા પાસે ટ્રક જીજે ૧૮ એટી ૯૦૬૯ ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે ચલાવી ફરિયાદી જયેશભાઈ ગોલતરને તથા મોટર સાઈકલ તથા ભેસોને હડફેટે લઇ ફરિયાદી જયેશભાઈને સામાન્ય ઈજા પહોચી હતી તો ભેસોને ઈજા પહોચાડી જેમાં એક ભેસનું મૃત્યુ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:24 pm IST)