Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મજાક મજાકમાં મિત્રએ મિત્રના ગુદ્દામાં હવા એર પાઇપથી હવા ભરી દીધી

મોરબીનો બનાવઃ મુળ ઝારખંડના અબ્રાહમનું પેટ ફુલાઇ જતાં આંતરડાઓમાં ગંભીર તકલીફ થઇ જતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૮: મોરબીમાં પાનેલી રોડ પર આવેલી આરગીલ સિરામીક ફેકટરીમાં મજૂરી કરતાં મુળ ઝારખંડના અબ્રાહમ કાંડેભાઇ ટુટી (ઉ.વ.૩૫)ના ગુદ્દા પાસે કમ્પ્રેસરનો એર પાઇપ રાખી તેના જ મિત્ર મુળ યુપીના સોમલે મજાક મજાકમાં હવા ભરી દેતાં પેટ ફુલાઇ જતાં અને આંતરડાઓમાં ગંભીર તકલીફ થઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

તબિબે આ બનાવમાં પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. અબ્રાહમ બે મહિના પહેલા જ ઝારખંડથી અહિ મજૂરી કરવા આવ્યો છે. તે ગઇકાલ બપોરે ત્રણેક વાગ્યે ફેકટરીમાં કામ કરતો હતો ત્યારે સાથે જ કામ કરતાં મિત્રએ મજાક મજાકમાં બેઠક પાસે એર પાઇપ રાખી હવા ભરી દેતાં અબ્રાહમની હાલત બગડી ગઇ હતી. તે બેભાન જેવો થઇ જતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવતાં મોડી રાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

(11:13 am IST)