Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

લાડુડી ગીરની મહિલાને મગરે ફાડી ખાતા મોત

માળીયા હાટીના,તા. ૮ : તાલુકાના લાડુડી ગીર સામે ગામે આંબા કુઇ નદીના ક્રોઝવે ઉપર લાડુડી ગામના કોળી ગીતાબેન રાજાભાઇ વાઢિયા (ઉવ.૪૮) પોતે નદીમાં કપડાં ધોતા હતા એ સમયે ઓચિંતાની એક મગરે ગીતાબેનનો હાથ પકડીને દૂર દૂર સુધી પાણીમાં ખેચી ગયેલ. આજુ બાજુમાં કપડા ધોતા બીજા બહેને બુમા બૂમ કરતા ઘણા બધા લોકો ભેગા થઇ ગયા હતા અને મગરના મોઢામાંથી માંડ માંડ છોડાવેલ પણ ત્યાં તો ગીતાબેનનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતા સરપંચ ડાયાભાઇ જોરાએ માળીયા વન વિભાગને જાણ કરતા વન વિભાગે તાત્કાલિક આવી જઇને મગરને પકડવા માટેનું પાંજરૃં નદીમાં મુકેલ છે. મરનાને તાત્કાલિક વળતર મળે એ માટે આરએફઓ એ કે અમીનને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બનતા નાના એવા લાડુડી ગીરમાં અરેરાટી મચી ગઇ છે. પીએમ માટે તાલાલા ગીર લઇ જવાયા છે.

(11:15 am IST)