Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ઉના - ગીર ગઢડામાં ૧ થી દોઢ ઇંચ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૮ : ઉના અને ગીરગઢડા તાલુકા ગ્રામ્યમાં આજે સવારે છેલ્લા ૨૪ કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉના શહેરમાં રાત્રી દરમિયાન અર્ધાથી ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો. આજે સવારે પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. ઉના-ગીરગઢડા તાલુકા ગ્રામ્યમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી જતાં મુરઝાતા પાકને જીવતદાન મળ્યું છે. ખેડૂતો ખુશ થયેલ છે. કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતા. ઉના શહેરમાં મોસમનો કુલ ૩૭૦ મીમી વરસાદ વરસી ગયો હતો.

(11:41 am IST)