Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ:વલ્લભીપુરમાં અઢી ઈંચ,ઉમરાળા અને સિહોરમાં સવા બે ઈંચ વરસાદ

ધારીમાં 2 ઈંચ, જાફરાબાદ અને બાબરામાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઉમરાળા અને સિહોરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના જાફરાબાદ અને બાબરામાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વહેલી સવારમાં જ 12 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

(11:59 am IST)