Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

જસદણમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ: આટકોટ અને ગોંડલ પંથકમાં પણ મેઘમહેર

વરસાદને કારણે રોડ ઉપર પાણી વહેતા થયા: વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

જકોટ જિલ્લામાં જસદણ શહેર અને આટકોટમાં વરસાદ નોંધાયો છે. જસદણ શહેરમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રોડ ઉપર પાણી વહેતા થયા છે.રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઇ છે.

(12:03 pm IST)