Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

જૂનાગઢ જેલમાં ૩ કેદી પાસેથી કાચી સોપારી, તમાકુ - ચુનો કબ્જે

જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુ મળવાનું યથાવત

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૮ : જૂનાગઢ જેલમાં ૩ કેદી પાસેથી કાચી સોપારી, તમાકુ - ચુનો વગેરે મળી આવતા ત્રણેય કેદી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

તાજેતરમાં જૂનાગઢ જિલ્લા જેલમાં કોઇ અજાણ્યો શખ્સ બહારથી તમાકુ, બીડી વગેરે સાથેનું પોટલુ ફેંકીને નાશી ગયો હતો. આ ઇસમ હજુ પકડાયો નથી ત્યાં ગઇકાલે જૂનાગઢ જેલમાં ત્રણ કેદી પાસેથી તમાકુ - ચુનો વગેરે મળી આવેલ.

જેલમાં ચેકીંગ દરમિયાન કેદી દિલાવર અસ્લમ કુરેશી, અજમ લલીત વાણવી અને હિતેન તરૂણભાઇ રાવલ પાસેથી ૪૦૦ ગ્રામ કાચી સોપારી, ૧૩૮ સુંગધિત તમાકુ, બાબુ ચુનાના પાઉચ, પાન પીસ, માવા નં. ૬ મળી આવતા તમામ વસ્તુ કબ્જે કરવામાં આવી હતી.

આ અંગે જેલર કમલસિંહ કે. રાણાએ ત્રણેય કેદી સામે ગુનો દાખલ કરાવતા પી.એસ.આઇ. આર.પી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)