Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુરમાં જુગારીઓ પર ત્રાટકતી પોલીસઃ ૩૫ શકૂનીઓ ઝડપાયા

સાત દરોડામાં પોલીસે રોકડ, મોબાઈલ, ૬ કાર, સાત બાઈક મળી કુલ ૩૩.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે

ખંભાળિયા, તા. ૮ :. દ્વારકા જિલ્લામાં જુગારીઓની મૌસમ હજુ પણ પૂરબહારમાં જામી હોય તેમ સતત બીજા દિવસે ભાણવડ, ખંભાળિયા, કલ્યાણપુર પંથકમાં પોલીસે જુગારના દરોડા પાડી ૩૫ શખ્સોને રોકડ, મોબાઈલ, કાર, બાઈક મળી કુલ રૂ. ૩૩,૨૮,૯૧૦ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી છે.

ભાણવડ પોલીસ મથકના પીએસઆઈ એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે સમયે ચોક્કસ બાતમી મળી હતી કે દુધાળા ગામે હરીશ લખમણ નનેરાના મકાનમાં મોટું જુગારનું ફિલ્ડ ચાલી રહ્યુ છે જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા મકાન માલિક હરીશ લખમણભાઈ નનેરા, જયેશ માલદેભાઈ સોલંકી, મનસુખ ટપુભાઈ સોલંકી, નિલેશ સામતભાઈ ભેટારીયા, ધીરૂ દેવરાજભાઈ રાવત રહે. પોરબંદરવાળાને ઝડપી લઈ તમામ પાસે રહેલી રોકડ ૫૧,૪૯૦, મોબાઈલ નંગ ૪ તથા મોટરસાયકલ ૩ મળી કુલ રૂ. ૧,૩૪,૪૯૦નો મુદામાલ કબ્જે કરી તમામ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે. રેઈડ દરમિયાન જેશા શીંગડીયા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

ખંભાળિયા પોલીસ મથકના પીઆઈ વી.વી. વાગડીયાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે સમયે પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, ભીડા ગામની આંગણવાડી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમે છે જે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા ગોવિંદ લગધીરભાઈ કારેથા, વીમલનગર ખીમગર અપારનાથી, રણમલ અરજણભાઈ ભુંડીયા, આલા લખમણ વકાતર, ગોવિંદ નથુગર ગોસ્વામી, વેજાણંદ નારણભાઈ બંધીયાને ઝડપી પાડી તમામ પાસે રહેલી રોકડ તથા મોબાઈલ નંગ પાંચ મળી કુલ રૂ. ૨૯,૭૦૦ની મત્તા કબ્જે કરી હતી.

જિલ્લા ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.એમ. ચાવડાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, હંસ્થળ ગામે અરશી ઉર્ફે અશ્વિન ખીમા દેથરીયા પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી તીનપત્તીનો અખાડો ચલાવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા વાડી માલિક અરશી ઉર્ફે અશ્વિન દેથરીયા, કરણા ગોગન દેથરીયા, રમેશ શિવશંકર વ્યાસ, હેમત દેવશી મકવાણા, હમીર કેશુરભાઈ કાંબરીયાને ઝડપી લઈ સ્થળ પરથી રોકડ, મોબાઈલ તથા પાંચ કાર બે બાઈક મળી કુલ રૂ. ૩૦,૧૯,૦૧૦નો મુદામાલ કબ્જે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કલ્યાણપુર પોલીસ મથકના પીએસઆઈ એફ.બી. ગગનીયા સહિતની પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે સમયે સ્ટાફને બાતમી મળી હતી કે બાંકોડી ગામે રહેતો દેસુર વીરા ચેેતરીયા પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે જે બાતમીના આધારે કલ્યાણપુર પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા વાડી માલિક દેસુર વિરા ચેતરીયા, મુકેશ મારખીભાઈ ગોજીયા, નિલેશ અરૂણ લાબડીયા, ભીમશી લખમણ બેડીયાવદરા, નરેન્દ્રસિંહ વિજુભા જાડેજા, મહેન્દ્ર દયાશંકર ભોગાયતા, જગદીશ મેરામણભાઈ ગોજીયા, લખમણ કરશનભાઈ ગોજીયાને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ ૨૩,૪૧૦ તથા ૯ મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ. ૧,૧૯,૭૧૦ની મત્તા કબ્જે કરી તમામ સામે કાર્યવાહી કરી હતી.

કલ્યાણપુર પોલીસે લાંબા ગામે વધુ એક દરોડો પાડી પાના ટીંચતા દેવા જીવા રાવલીયા, માલદે જુઠા ચાવડા, મેસુર લખમણ ચાવડાને ૩૬૪૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા. જ્યારે બાંકોડી ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા દિલીપ મેસુર ગોજીયા, પ્રવિણ નગા વારોતરીયા, રામદે મેરામણ ચેતરીયા, મનોજ મારખી ચેતરીયા, સુમાત નારણ ચેતરીયાને રોકડા ૧૧,૪૫૦ની મત્તા સાથે તથા ડાડુ મેરામણ ચેતરીયા, હિતેશ ભાયા ચેતરીયા, વિપુલ મુરૂ ચેતરીયાને ૧૦,૯૧૦ની મત્તા સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.

(12:52 pm IST)