Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમરેલી જીલ્લામાં ૫ જગ્યાએ જુગાર દરોડાઃ ૩૧ શખ્સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૮ :. અમરેલી જિલ્લામાં પોલીસ વડા નિર્લીપ્ત રાય દ્વારા જુગાર અને પ્રોહીના ગુન્હા નેસ્તનાબુદ કરવા અપાયેલ સૂચના મુજબ પોલીસે જુદા જુદા પાંચ સ્થળોએ જુગારના દરોડાઓ પાડી ૩૧ શખ્સોને રોકડ રૂ. ૬૧,૧૧૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. અમરેલી તાલુકાના જાળીયા ગામે પરષોતમ પોપટભાઈ મકવાણા, રાહુલ વિનુભાઈ ખાખડીયા સહિત ૬ શખ્સોને હેડ કોન્સ. કનાભાઈ સાંખટે રોકડ રૂ. ૫૧૧૦ સાથે વંડાના આકોલડા ગામે અરવિંદ લાખાભાઈ સુરેલા, ઘુઘા સીદીભાઈ સુરેલા, હિંમત લાખાભાઈ ધાખડા, આંબા ભુરાભાઈ સુરેલા સહિત આઠ શખ્સોને પો. કોન્સ. કનુભાઈ મોભે રોકડ રૂ. ૫૩૬૦ સાથે બાબરાના કરીયાણા સીમમાં વિનુ ધોહાભાઈ બારૈયાની વાડી પાસે વોંકળામાં બત્તીના અજવાળે વિનુ ધોહાભાઈ બારૈયા, રસીલ ધોહાભાઈ બારૈયા સહિત ૮ શખ્સોને હેડ કોન્સ. મધુભાઈ પોપટે રોકડ રૂ. ૩૧,૨૫૦ સાથે, બાબરાના તાઈવદરમાં જગદીશ ચંદુભાઈ માયાણી, ભાવેશ વિઠલભાઈ માયાણી સહિત સાત શખ્સોને એ.એસ.આઈ. જાવીદભાઈ ચૌહાણે રોકડ રૂ. ૧૬,૯૩૦ સાથે તેમજ અમરેલી બહારપરામાં સુનીલ વાઘાભાઈ સોલંકી, દેવ ભરતભાઈ થળેશાને લોકરક્ષક ચીરાગભાઈ માટીયાએ રોકડ રૂ. ૨૪૬૦ સાથે ઝડપી પાડયા હતા.

મોત

સાવરકુંડલાના વિજપડી બીપીએલ વિસ્તારમાં ખેતરમાં ઈલેકટ્રીકનું રીપેરીંગ કરવા જતા પીજીવીસીએલના હેલ્પર અફઝલ યાકુબભાઈ સેલોત (ઉ.વ. ૨૭)ને વિજશોક લાગતા સાવરકુંડલા દવાખાને લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાનું પિતા યાકુબભાઈએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

બાબરા તાલુકાના તાઈવદર ગામે રહેતા સુખાભાઈ પોપટભાઈ ગોલાણી (ઉ.વ. ૫૦) તા. ૫-૯ના સાંજના વાડીએથી ગામમાં આવતા હતા ત્યારે તે જ ગામના મનજી પ્રેમજીભાઈ ગોલાણીએ ઉભા રખાવી ગાળો બોલી અમારી વાડીના શેઢે કેમ ચાલે છે તેવુ જણાવી પાઈપ અને ઢીકાપાટુ વડે મારમારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માર માર્યો

દામનગરના શાખપુરમાં ભાદરવી ્માસે સુરાપુરાની ખાંભીએ સિંદુર લગાડવા પ્રશ્ને સાર્દુળભાઈ દેવાભાઈ ચારોલા (ઉ.વ. ૩૪)ને તેના કુટુંબી સાથે બોલાચાલી થતા દકુ જીવાભાઈ, બદુ જીવાભાાઈ, પોપટ જીવાભાઈ ચારોલાએ ગાળો બોલી પાઈપ, છુટા પથ્થર તેમજ ઢીકાપાટુનો માર માર્યાની દામનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

સગીરાને ભગાડી

રાજુલા બી.ડી. કામદાર વિસ્તારમાં રહેતી સગીરાને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાના પિતાએ રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:58 pm IST)