Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ખંભાળીયાના ભારા ગઢવીનો પોરબંદરમાં ઝેરી દવા પી લઇને આપઘાત

બે વિડીયો વાયરલ કરીને આરોપી તરીકે ચંદુ રૂડાચ ગઢવી, તેનો ભાઇ, પત્ની તથા તેના માતા સામે આક્ષેપ : મૃતક પોરબંદર એલસીબીના પીએસઆઇ એન.એમ. ગઢવીના બનેવી થાય છે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૮ :  દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયામાં થોડા સમય પહેલા થયેલ નગ્ન કાંડના આરોપી ભારા જોધાભાઇ ગઢવીએ પોરબંદરમાં ઝેરી ટીકડા ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયામાં રહેતા અને થોડા સમય પહેલા સર્જાયેલ નગ્નકાંડના આરોપી ભારાભાઇ જોધાભાઇ ગઢવીએ સોશ્યલ મીડીયા ઉપર બે વિડીયો વાયરલ કર્યા હતા અને તેમાં ચંદુ રૂડાચ ગઢવી, ભાયા રૂડાચ ગઢવી, ચંદુના પત્ની તથા તેના માતા સામે આક્ષેપ કરીને તેના ત્રાસથી આપઘાત કર્યાનું જણાવ્યું છે.

પોરબંદરનો અહેવાલ

પોરબંદરના પ્રતિનિધિ પરેશ પારેખના અહેવાલમાં જણાવાયુ છે કે મૃતક ભારા ગઢવીનું પોસ્ટમોર્ટમ પોરબંદરની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.

ખંભાળીયા પોલીસે મૃતક ભારાભાઇ જોધાભાઇ ગઢવીના આક્ષેપો બાદ ઉપરોકત ચારેય આરોપીઓની અટકાયત ખંભાળીયા પોલીસે કરી છે અને પોરબંદર પોલીસને આરોપીઓનો કબજો સોંપવા તજવીજ હાથ કરવામાં આવી છે. મૃતક ભારાભાઇ જોધાભાઇ ગઢવી પોરબંદર એલસીબીના પીએસઆઇ એન.એમ. ગઢવીના બનવી થતા હોવાનું જાણવા મળેલ છે.

(1:03 pm IST)