Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમરેલીના વડિયા શહેરમાં ધોધમાર વરસાદ : વિજળીના કડાકા-ભડાકા સાથે બેફામ વરસાદ: રસ્તાઓ પર પાણી ભરાયા : કુકાકાવ એસટી બસ સ્ટેન્ડ પાસે ભરાયા પાણી : સિવિલ હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ભરાયા

અમરેલીના વડિયા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે  વિજળીના કડાકા-ભડાકા સાથે બેફામ વરસાદ ખાબક્યો છે,ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા  છે બીજીતરફ અમરેલી જિલ્લાના કુંકાવાવ  એસટી બસ સ્ટેન્ડ પાસે પાણી છે અને સિવિલ હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ભરાયા છે

(6:38 pm IST)