Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ધોરાજીમાં સતત ત્રીજા દિવસે એક ઇંચ વરસાદ નોંધાયો: કુલ ૧૯ ઈંચ વરસાદ ધોરાજી પંથકમાં નોંધાયો

ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી: ચોમાસુ નિયમ કરતા એક મહિનો મોડુ શરૂ થયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની અવિરત કૃપા જોવા મળી છે આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજના પાંચ વાગ્યા સુધીમાં 25મીમી એક ઈચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે

છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો તેમજ આમ જનતા પણ ચિંતામાં મૂકાઇ ગઇ હતી હાલમાં ખેડૂતો એ મગફળી સોયાબીન કપાસ મગ વિગેરે પાક ને મોટી નુકશાની થાય તેવી સંભાવના હતી એવા સમયે મેઘરાજાએ અચાનક જ કૃપા કરતાં ધીમીધારે સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ છે ગઇકાલે રાત્રીના ભારે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી પરંતુ વરસાદ ધીમી ધારે આવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોને પણ ધીમી ધારે વરસાદ આવતા ફાયદો જોવા મળી રહ્યો છે કોઈ જાતની નુકસાની વગર સારી રીતે વરસાદ આવતાં જમીનના તળ પાકા થયા હોય તેવું જણાઈ રહ્યું છે હાલમાં એક ઈંચ વરસાદ સાથે સીઝનનો કુલ ૧૯ ઈંચ વરસાદ નોંધાયો છે

(6:57 pm IST)