Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ટંકારામાં બે કલાકમાં અઠી ઈચ વરસાદ : રસ્તા ઉપર નદી વહેવા લાગી

લતીપર ચોકડી આગળ જામનગર રોડ ઉપર તાલુકા પંચાયત નજીક પણ વિજળી પડી : હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત

આખા દિવસ અસહ્ય ઉકળાટ બાદ સાંજે 6:20 કલાકથી 7:45 વાગ્યા સુધીમાં અનરાધાર વિજળીના કડાકા ભડાકા સાથે 65mm વરસાદ વરસ્યો હતો

ભારે સટાસટી સાથે આવેલા વરસાદને કારણે રીતસરની અફરાતફરી અને વિજળીના ચમકારાથી ભયનું લખલખું પ્રસરી ગયુ હતું
લતીપર ચોકડી આગળ જામનગર રોડ ઉપર તાલુકા પંચાયત નજીક પણ વિજળી પડી હતી જોકે ખુલ્લી જગ્યામાં પડેલ વિજળીથી જાનમાલ ને નુકસાન થયું ન થતા રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ લાઈટ ગુલ થઈ ગઈ હતી જેને વિજ તંત્ર દ્વારા તાકીદે રીપેર કરી લિધી હતી
હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત થયું હતું જ્યા તંત્ર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ ટુટી પડ્યો છે અને ખેડુતો ખુશ ખુશાલ થઈ ગયા છે.
અગાઉનો વરસાદ ૩૨૯ મી.મી. આજ સાંજનાં ૦૬ થી ૦૮ નો ૬૫ મી.મી.                        અત્યાર સુધીનો કુલ ૩૯૪ મી.મી. મામલતદાર કચેરી ખાતે નોધાયેલ છે.

(8:22 pm IST)