Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિવસની સાથો સાથ ક્લબના ચીફ પેટન હિતેશભાઈ પંડ્યાના જન્મદિનની ઉજવણી કરાઇ.

ફોટો layo
 મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિવસ નિમિત્તે તેમજ ક્લબના ચીફ પેટન હિતેશભાઈ પંડ્યા  ના જન્મદિવસ આમ બંને પ્રસંગોને યાદગાર બનાવવા તા ૮ સપ્ટેમ્બર અને સાક્ષરતા દિવસે  ક્લબના બહેનો દ્વારા જય હરી સ્કૂલના ગ્રાઉન્ડમાં આજુબાજુના પછાત વિસ્તારના બાળકોને અક્ષર જ્ઞાન આપી કેક કટિંગ કરી અને આ બાળકોને  માસ્ક નું વિતરણ , લેટરપેડ તથા શૈક્ષણિક કીટ આપી બાળકોના ભાવિ ઉજ્જવળ બને તેવા પ્રયાસો કરેલા.. કેક કટિંગ કરતી વખતે આ બાળકોના ચહેરા ઉપર અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું..
   આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિ બેન દેસાઈ સેક્રેટરી મયુરીબેન કોટેચા જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલ પરા પૂજાબેન પારેખ પ્રજ્ઞાબેન ગોસ્વામી મનિષાબેન ગણાત્રા રેખાબેન મોર કવિતાબેન મોડાણી તથા લક્ષ્મીબેન પ્રજાપતિ સહિત અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(9:09 pm IST)