Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મોરબીના રફાળેશ્વર પાસેથી બાઈકના પાઈલોટીંગ સાથે કારમાં કરવામાં આવતી હતી દારૂની હેરાફેર: એક ઝડપાયો : બાકીનાની શોધ આદરતી પોલીસ.

મોરબીના રફાળેસ્વર જીઆઈડીસી નજીક દેશી દારૂ કારમાં ભરી નીકળતા પોલીસે તેને રોકી મુદામાલ કબજે કરી મોરબી એલસીબી ટીમે એક શખ્સની ધરપકડ કરી છે તો અન્ય શખ્સો સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે

મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેસ્વર જીઆઈડીસી નજીક એસન્ટ કાર જીજે ૦૩ એબી ૬૧૦૩ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂના બાચકા નંગ-૮ જેમાં દેશી દારૂની મોટી કોથળીઓ નંગ-૪૦ કીમત રૂ,૪૦૦૦ નો દેશી દારૂ આરોપી જયરાજભાઈ પોલભાઈ કાઠી(રહે-સાલકડા ચોટીલા )પાસેથી મેળવી આરોપી દિલીપભાઈ મનસુખભાઈ ગાબુ (રહે-ચોટીલા મૂળ રહે-અજમેર) વાળાએ પોતાના કબજાની કારમાં હેરાફેરી કરી મોબાઈલ નંગ-૧ કીમત રૂ,૫૦૦૦ સાથે નીકળતા પોલીસે આરોપી દિલીપને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો તો ગાડીની આગળના ભાગે સ્પ્લેન્ડર મોટર સાઈકલ લઇ પાઈલોટીંગ કરતા જયદીપભાઈ કાઠી અને હિતેશભાઈ કોળી (રહે બંને-ચોટીલા( અને જયરાજભાઈ કાઠીની શોધખોળ હાથ ધરી છે તો એલસીબી ટીમે કુલ મુદામાલ કીમત રૂ.૧,૦૯,૦૦૦ નો કબજે કરી આરોપી દિલીપભાઈ ગાબુને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:13 pm IST)