Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

વિછીયાના હાથસણી ગામે ખેતરમાં ઘુસેલા ઢોરને બહાર કાઢવાનું કહેતાં કિરણ મકવાણા પર ગોદડ અને નવઘણનો પાઇપથી હુમલો

રાજકોટઃ વિછીયાના હાથસણી ગામે રહેતાં કિરણભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.વ.૧૮) નામનાા યુવાન પર ગામના જ ગોદડ અરજણભાઇ ભરવાડ અને નવઘણ ગોદડભાઇ ભરવાડે પાઇપથી હુમલો કરી તેમજ ઝાપટો મારી મારી નાંખવાની ધમકી આપતાં વિછીયા પોલીસ મથકના જે એસ. ટમાળીયાએ ગુનો નોંધ્યો છે. કિરણભાઇની વાડીમાં ભરવાડ લોકોના પશુ ઘુસી ગયા હોઇ તેને બહાર કાઢવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કરી ખૂનની ધમકી અપાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

(11:13 am IST)