Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

દિવાળીની ઉજવણી પરિવાર સાથે અંધાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)

દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરના  ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ  જાડેજા (હકુભા) દ્વારા શ્રી જામ રણજીતસિંહજી નિરાધાર આશ્રમ તથા અંધજન તાલીમ કેન્દ્ર જામનગરમાં પરિવાર સાથે  દિવાળીની ઉજવણી  કરેલ. 

આ પ્રસંગે વૃદ્ધો તથા દિવ્યાંગોના આશીર્વાદ લઇ અને તેમની સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરેલ. ઉપરાંત તમામનુ શાલ ઓઢાડી સન્માન કરેલ તથા રોકડ પુરસ્કાર અને મીઠાઈનું વિતરણ કરેલ. (મુકુંદ બદીયાણી, જામનગર)

(12:16 pm IST)