Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

ગોંડલ કાલમેઘડા એસ ટી રૂટ શરૂ કરાતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું : કાલમેઘડા , માખાકરોડ, અનિડા અને ખરેડી ગ્રામજનો દ્વારા બસ રૂટ શરૂ ન કરાતા બસ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી

ગોંડલ :::ગોંડલ એસ ટી ડેપો ની ગોંડલ કાલમેઘડા રૂટ ઘણા સમય થી બંધ હોવાથી કાલમેઘડા ગ્રામજનો સહિત માખાકરોડ, અનિડા અને ખરેડી ગ્રામજનો દ્વારા બસ રૂટ શરૂ ન કરાતા બસ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી. જેના સંદર્ભ એસટી દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળતા કાલમેઘડા રૂટ ફરી શરૂ કરાતા ગ્રામજનો દ્વારા બસ સ્ટેન્ડ ખાતે ડ્રાયવર કંડકટર ને ગુલાબ ના ફૂલ આપી ને બસ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આગેવાન ભગીરથસિંહ હેમતસિંહ જાડેજા, યુવા ભાજપ અગ્રણી કુલદીપસિંહ જનકસિંહ જાડેજા સહિત ગ્રામજનો દ્વારા એસટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.(તસવીર - અહેવાલ: ભાવેશ ભોજાણી -ગોંડલ)

(2:01 pm IST)