Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

સૌરાષ્ટ્રના "છોટે સરદાર" વિઠ્ઠલભાઈ રાદડિયા ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ મેડીકલ કેમ્પ વેકેશીન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા

 (કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : સૌરાષ્ટ્રના છોટે સરદાર,લોખંડી ખેડુત નેતા અને સર્વે સમાજોને સાથે લઈને ચાલનારા નેતા પૂ.વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબની જન્મજયંતિ નિમિતે જેતપુરના નવાગઢ ખાતે જયેશભાઈ રાદડીયા ફેન ક્લબ તેમજ કામધેનુ ગૌશાળા આયોજીત મહા રક્તદાન કેમ્પ,મેડીકલ કેમ્પ તેમજ કોરોના વેક્સીનેશન કેમ્પનુ આયોજન તેમજ જીલ્લા બેંકના યુવા ડિરે.લલિત રાદડીયાના રક્તતુલા કાર્યક્રમમા સાંસદ રમેશભાઈ ધડુક,રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,જીલ્લા ભાજપના મનસુખભાઈ ખાચરીયા,નગરપાલિકાના પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા,ડાંઈગ એસો.ના પ્રમુખ જેન્તીભાઈ રામોલીયા,યાર્ડના પ્રમુખ દીનેશ ભુવા,શહેર ભાજપના પ્રમુખ રામભાઈ જોગી સહિતના આગેવાનો ઉપસ્થીત રહેલ હતા.

(2:40 pm IST)