Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

જામનગરમાં રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીત સાગર સહિતના ફરવાલાયક સ્‍થળોએ પ દિવસમાં લાખો ઉમટ્યાઃ ૩.૬૧ લાખની આવક થઇ

દિવાળીથી જ લોકો ફરવાલાયક સ્‍થળોએ ઉમટી પડતા કોર્પોરેશન તંત્રને ફાયદો

જામનગર: દિવાળી થી શરુ કરીને લાભપાંચમ સુધી લોકો પોતાના પરિવારો સાથે અલગ અલગ સ્થળોએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે, જામનગર શહેરના મધ્યે આવલે રણમલ લેક પણ એક અનોખી અને જોવા જેવી જગ્યા છે, તહેવારોના આ દિવસોમાં જામનગરના સ્થાનિકો ઉપરાંત બહારના પ્રવાસીઓ પણ જામનગર ખાતે મોટી સંખ્યામાં આવ્યા હોય જામનગર મનપાને શહેરના ત્રણ સ્થળો પરથી લાખોની આવક થઇ છે.

મનપાના પ્રોજેક્ટ પ્લાનીગ શાખાના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીને જણાવ્યું કે પાછલા 5 દિવસમા જામનગર શહેરની શાન સમા રણમલ લેક પર પ્રવાસીઓની એન્ટ્રી ફી સ્વરૂપે સૌથી વધુ ત્રણ લાખ એકસઠ હજારની આવક થવા પામી છે, જયારે બાળકોને પ્રિય એવા એમ્યુઝમેન્ટ પાર્ક અને રણજીતસાગર ઉધાન એમ બન્નેમાં સાઈંઠ સાઈંઠ હજારની આવક થઇ છે એટલે કે પ્રવાસીઓના ભારે ધસારા ને કારણે જામનગર મનપાને તહેવારોના દિવસોમાં ફરવાના જાહેર સ્થળો પરથી કુલ અંદાજે 5 લાખ જેવી આવક થવા પામી છે.

(3:02 pm IST)