Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલ કૈલાસધામ યાદવનગરમાં તસ્કરો ત્રાટક્યા : સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૧.૪૮ લાખની ચોરી

સીટી સી ડીવી.ના પો.સબ.ઇન્સ.આર.ડી.ગોહિલ અને સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલ કૈલાસધામ યાદવનગરમાં રહેતા અને વાણંદકામ કરતા ઉમેદભાઇ ભીમાભાઈ રાઠોડ ગત તા.6 થી 7 ની વચ્ચે બહાર ગયા હોય અને તેમની બાજુમાં રહેતા સંજયભાઇ મકાન બંધ હોય ત્યારે તેમના બંધ મકાનના તાળા તોડી કોઇ અજાણ્યા શખસોએ ચોરી કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

ચોરીના આ બનાવની વિગત મુજબ, ઉમેદભાઇ ગત તા.6-11 થી 7-11 વચ્ચે તેમના ઘરે કોઇ ન હોય અને મકાન બંધ હોય જે દરમ્યાન બંધ રહેણાંક મકાન ના ઉપર ના માળ નો મુખ્ય દરવાજાનો આગળીયો નકુચા તથા તાળા (લોક) સાથે તોળી ફરી ના ઘર મા અંદર પ્રવેશ કરી બેડરૂમ માં રહેલ કબાટ નો લોક તોડી કબાટ ની અંદર ની તીજોરી નો લોક તોડી અંદર તીજોરી મા રાખેલ દાગીના જેમા (1) સોનાની વીટી અડધા તોલાની નંગ-2 જેની કિ.રૂ.15000/- જેટલી છે તે (2) સોનાના દાણા નંગ -3 વજન જેની કિ.રૂ.1200/- જેટલી છે તે (3) ચાંદીનીની લકી નંગ -1જેની કિ.રૂ.150/- જેટલી છે  તે તેમજ રોકડ રકમ રૂ 1,20,000/-  તથા

ઉમેદભાઇની બાજુમાં રહેતા સંજયભાઈ ભીખુભાઈ ચાવડા ના ઘર માંથી (1) ચાંદી ના બે જોડી સાકળા નંગ- 4 જેની કિ.રૂ.5000/- જેટલો છે તે (2) ચાંદી ની લકી નંગ- 1 જેની કિ.રૂ.2500/-જેટલી છે તે તેમજ ગલ્લા મા રાખેલ રોકડ આશરે રૂ.5000/-વીગેરે મળી કુલ કીમત રૂા. 1,48,850/-ની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

આ કેસની વધુ તપાસ જામનગર સીટી સી ડીવી.ના પો.સબ.ઇન્સ.આર.ડી.ગોહિલ ચલાવી રહ્યા છે.

(3:06 pm IST)